રાજય સરકારે રાજયમાં બે તબકકામાં 248 કરતાં પશુ દવાખાના કાર્યરત કરવાનું આયોજન કર્યું છે.જેના પૈકી પ્રથમ તબકકામાં 127 ફરતા પશુ દવાખાનાના ખર્ચ પેટે રૂા.8.89 કરોડની 100 ટકા સહાય કેન્દ્ર સરકાર આપશે.આ પશુ દવાખાનાઓ માટે ઓપરેશનલ ખર્ચ પેટે કેન્દ્ર સરકાર 60 ટકા સહાય કરશે,જયારે અન્ય 40 ટકા ખર્ચ રાજય સરકાર ભોગવશે.આમ આગામી ત્રણ માસમાં પીપીપી ધોરણે પશુ દવાખાનાઓ કાર્યરત કરવા રાજય સરકારે નિર્ણય કર્યો છે.જે અંગે ગાંધીનગર ખાતે પશુપાલન નિયામક અને જીવીકે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વીસીસ વચ્ચે એમ.ઓ.એ કરવામા આવ્યા હતા.જેમા કોઈપણ પશુપાલકનું પશુ સારવાર વિહોણુ ન રહે તેવા આશયથી મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના અમલમાં મુકવામાં આવી છે.જેના અંતર્ગત રાજયમાં 1832 પશુ સારવાર સંસ્થાઓ ખાતે વિનામુલ્યે પશુઓને સારવાર આપવા રૂા.28 કરોડની જોગવાઈ વર્ષ 2023-24ના બજેટમા કરવામાં આવી છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved