લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યના 13 જિલ્લાઓમાં સાંજે 7 વાગ્યા સુધી માવઠાની આગાહી કરાઇ

ગુજરાતમાં વર્તમાન સમયમા માવઠાની સિઝન ચાલી રહી છે.જેમા ગરમી સાથે વરસાદ હોવાથી રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે બીજીબાજુ ખેતરમાં ઉભો પાક માવઠાને કારણે બગડી જવાથી ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.જેમાં આજે સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.જેમાં ગાજવીજ સાથે વરસાદ તથા 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.જેના અંતર્ગત હવામાન વિભાગે રાજ્યના અમદાવાદ,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.વરસાદની સાથે ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.આ સિવાય અમદાવાદ,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી,સાબરકાંઠા,મહીસાગર,મહેસાણામાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.જ્યારે બીજીતરફ સૌરાષ્ટ્રના અમરેલી,સુરેન્દ્રનગર, બોટાદ,મોરબી,રાજકોટ,પોરબંદર તેમજ જામનગરમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.