લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યના યાત્રાધામો પર અખાત્રીજના દિવસે સફાઈ ઝૂંબેશ હાથ ધરાઇ

રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુથી સફાઈ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.જેમા અખાત્રીજના દિવસે રાજ્યના એકસાથે 24 યાત્રાધામો પર સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.ત્યારે આ સફાઈ ઝૂંબેશમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિત ભાજપના મંત્રીઓ તેમજ ધારાસભ્યો જોડાયા હતા.આમ રાજ્યના સોમનાથ,દ્વારકા,ગીરનાર,અંબાજી સહિતના મંદિરોમા સફાઈ ઝૂંબેશ હાથ ધરવામા આવી છે.આમ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ સફાઈ ઝૂંબેશમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં સફાઈ કરી છે.આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સુરતના અંબાજી મંદિરમાં સફાઈ કરવામાં આવી છે.