લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યના જુનાગઢ,રાજકોટ,તાલાલા સહિતના પંથકમાં વરસાદ થયો

સૌરાષ્ટ્રમાં શિયાળા પછી ભરઉનાળે કમોસમી ચોમાસુ જામ્યું છે.જેમાં રાજ્યના મોટાભાગના સ્થળે હળવાથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે તેના અંતર્ગત આજે રાજ્યના જુનાગઢ,રાજકોટ,જામનગર,અમરેલી જિલ્લા તથા ગીર સોમનાથના તલાલા,દ્વારકાના ભાણવડ સહિતના પંથકને મેઘરાજાએ ધમરોળ્યું હતું અને નદીઓમાં પૂર આવ્યા હતા.આ સિવાય જુનાગઢના મેંદરડા પંથકમાં 2 થી 5 ઈંચ વરસાદથી મધુવંતી નદીમાં પૂર આવ્યું હતું.જ્યારે અન્ય પંથકમાં બે થી અઢી ઈંચ સુધીના વરસાદથી ભરચોમાસુ હોય તેમ ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું.