ઉત્તર-પૂર્વીય દિશાના પવનને પગલે ગુજરાતમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે.ત્યારે નલિયામાં 5.2 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે પાંચ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.આમ હવામાન વિભાગની આગાહી અનુસાર હજ પણ ઠંડીનું જોર યથાવત રહેશે.આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આજથી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે એ પછી લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી.આગામી 24 કલાક સુધી અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત રહેશે,ત્યારબાદ કોલ્ડવેવનું જોર ઘટતાં મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.આમ કોલ્ડવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.આ સિવાય ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે.જેના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું,જ્યારે બનાસકાંઠાના ડિસામાં તાપમાનનો પારો 7.2 ડિગ્રી સુધી પહોંચતા લોકો ઠંડીથી ધૃજી ઉઠ્યાં હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved