લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યના મહુવા અને જેસર પંથકમાં પોણો ઇંચ મેઘમહેર વરસતા સિઝનનો વરસાદ 63 ટકા થયો

રાજ્યના મહુવા અને જેસર પંથકમાં પોણો ઇંચ અને ઘોઘામાં અડધો ઇંચ વરસાદ વરસી જતા ધરતીપુત્રો ખુશ થઇ ગયા હતા. જ્યારે તળાજા, વલ્લભીપુર,ઉમરાળા અને ભાવનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. જ્યારે ભાવનગર જિલ્લામાં સાંજ સુધીમાં સિઝનનો કુલ વરસાદ 373 મીમી થઇ જતા સિઝનનો કુલ વરસાદ 63 ટકા થવા આવ્યો છે. ભાવનગર જિલ્લામાં આજે મહુવા પંથકમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે મહુવા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 18 મીમી વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ 586 મીમી થવા પામેલ છે, જ્યારે જેસર પંથકમા પોણો ઇંચ વરસાદ વરસી જતા સિઝનનો કુલ વરસાદ 292 મી.મી થયો છે. ઘોઘામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. ત્યારે તળાજામાં 10 મીમી, વલ્લભીપુરમાં 6 મીમી, ભાવનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.