લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યની 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના કામો માટે સિદ્ધાંતિક મંજૂરી અપાઈ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા અભિગમથી રાજ્યની 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે રૂ.249 કરોડના પાણી પુરવઠા યોજનાના કામો માટે સિદ્ધાંતિક મંજૂરી આપી છે.જેમાં ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગ મારફતે મળેલી આ નગરપાલિકાઓની વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને મંજૂરી આપતા આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ,ભૂગર્ભ સંપ,ગ્રેવીટી મેઇન,રાઈઝિંગ મેઇન,પંપીંગ મશીનરી,પંપ રૂમ અને નળ કનેક્શન વગેરે પાણી પુરવઠાના વિવિધ કામો સંબંધિત નગરપાલિકાઓ હાથ ધરાશે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રીએ 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે સમગ્ર રીતે રૂ.249 કરોડ પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવવાની મંજૂરી આપી છે.જેમાં ગાંધીધામને રૂ.116.54 કરોડ,ગોંડલ માટે રૂ.5.82 કરોડ,કેશોદ રૂ.11.47,રાપર રૂ.3.92 કરોડ,જેતલપુર-નવાગઢ રૂ.25.66 કરોડ,પોરબંદર-છાયા માટે રૂ.16.52,કાલાવાડ રૂ.7.52,ભાણવડ રૂ.4.07,ભુજ રૂ.41.61,કુતિયાણા રૂ.1.16 અને જુનાગઢ મહાનગરપાલિકાના બે ઝોન માટે રૂ.14.13 કરોડની રકમનો સમાવેશ થાય છે.આમ નલ સે જલ અંતર્ગત રાજ્યની 10 નગરપાલિકાઓ સહિત 51 નગરપાલિકાઓ માટે અત્યારસુધીમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત રૂ.702 કરોડ પાણી પુરવઠાના જુદાજુદા કામો માટે રાજ્ય સરકારે મંજૂર કર્યા છે.