રાજકોટમાં ઇલેકટ્રીક બસની ટ્રાયલ ચાલી રહી છે અને સ્માર્ટ બસ સ્ટોપનું કામ પણ ચાલી રહ્યું છે.ત્યારે આવતા મહિને ઇલેકટ્રીક બસ લોકો માટે દોડતી થઇ જશે તેવી આશા મેયરે વ્યકત કરી છે.આમ શહેરમાં પ્રદુષણ ઘટાડવાના કદમ અંગે મેયરે કહ્યું હતું કે બીઆરટીએસ બસ પર ઇલે.બસની ટ્રાયલ શરૂ થઇ ગઇ છે.જે પૂરી થાય અને ચાર્જિંગ સહિતના ટ્રાયલ થઇ જાય એટલે તૈયાર રાખવામાં આવેલી 33 ઇલે.બસ મંગાવાશે જે આગામી જુલાઇથી રાજકોટમાં લોકો માટે બસ રોડ પર મુકવામાં આવશે.આમ મનપા દ્વારા ફરજીયાત સિટી બસની સેવા ન હોવાછતાં 90 સીટી અને 10 બીઆરટીએસ બસો શરૂ કરી છે.આમ આગામી સમય બાદ 35 ઈલેક્ટ્રીક બસ મળી જશે.ઈલેક્ટ્રીક બસના ચાર્જીંગ માટે ચાર્જીંગ પોઈન્ટની કામગરી ચાલુ છે.જે ટૂંકસમયમાં પૂર્ણ થઇ જશે.જેમા 27 સીટિંગની સુવિધા હશે.જેમાં 20 બસસ્ટોપની કામગીરી પૂર્ણ થયેલ છે અને 20 બસસ્ટોપ આગામી 30 જુન સુધીમાં પૂર્ણ થઇ જશે.ટેસ્ટિંગ બાદ અને કેન્દ્ર સરકારની ટેસ્ટિંગ સર્ટિફિકેટ આવ્યા બાદ ઈલેક્ટ્રીક બસ શહેરમાં ચલાવવામાં આવશે.આગામી થોડાસમય બાદ 35 ઈલેક્ટ્રીક બસ મળી જશે.આમ સ્માર્ટ બસ સ્ટોપમાં કેટલીક સુવિધાઓ જોવા મળશે.જેમાં આકર્ષક તથા સ્માર્ટ ડિઝાઈન,સંપૂર્ણ બસસ્ટોપ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવેલ છે,મુસાફરો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા,તેમજ મહિલા,દિવ્યાંગ અને સિનિયર સીટીઝન માટે અલાયદી બેઠક વ્યવસ્થા,મુસાફરોની સલામતી માટે 24 કલાક સીસીટીવી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ,દીવ્યાંગો અને વૃદ્ધોને ચડવા માટે અલાદાય રેમ્પની સુવિધા,મુસાફરોની હાજરી પ્રમાણે ચાલુંબધ થતી સેન્સર બેઇઝ સ્માર્ટ લાઈટીંગ,યુએસબી મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટની સુવિધા,બસસ્ટોપ પર 3 જગ્યા પર આકર્ષક જાહેરાત મુકવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે,
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved