ગુજરાતમાં ધો.12ની વાર્ષિક પરીક્ષા આગામી 1 જુલાઇથી યોજાશે.આમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા ચર્ચા-વિચારણા બાદ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યુ હતું કે સમગ્ર રાજ્યમાં 1,40,000 વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં,જ્યારે 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6,83,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે.આમ વિજ્ઞાનપ્રવાહ ભાગ-1ની 50 ગુણની બહુવિકલ્પ પ્રકારની પદ્ધતિથી અને ભાગ-2 વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા 3 કલાકમાં યોજવામાં આવશે.આમ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે,માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર,થર્મલ ગન સહિતની ગાઇડલાઇનનું પાલન થાય તે શિક્ષણવિભાગ સુનિશ્ચિત કરશે તેવું જણાવ્યુ હતું.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved