લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યના જિલ્લાઓમાં તાલુકા સ્તરે લીમડા વન બનાવાશે

યુરિયા ખાતરમાં ભેળસેળ અટકાવવા નીમ કોટેડ યુરિયાના જીએનએફસીએ લીમડાના તેલના પટવાળું યુરિયા બનાવવા લીંબોળી એકત્રીકરણથી નીમ ઓઇલ લીમડા તેલ બનાવવાનો સફળ પ્રયોગ વર્ષ 2015થી નીમ પ્રોજેક્ટ અન્વયે કર્યો છે.રાજ્યની ગ્રામીણ મહિલાશક્તિ તથા નાના-સિમાંત ખેડૂતો અને ખેતમજૂરો લાખો લીમડાના વૃક્ષોની લીંબોળી એકત્રીકરણથી આર્થિક આધાર મેળવે છે. જેમાં જીએનએફસી નીમ પ્રોજેક્ટ અંતર્ગત નીમ કોટેડ યુરિયા ઉપરાંત અન્ય હોમ અને હેલ્થકેર નીમ પ્રોડકટ્સનું પણ ઉત્પાદન કરે છે.રાજ્યમાં લીમડાના વૃક્ષોની વધુ સંખ્યા ધરાવતા કચ્છ,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અંદાજે 15 જિલ્લાઓમાં તાલુકા સ્તરે લીમડા વન બનાવાશે.લીંબોળી એકત્રીકરણ,ખરીદ વ્યવસ્થા તથા જીએનએફસીની સાબુ,શેમ્પુ,હેન્ડવોશ,સેનિટાઇઝર જેવી ગૃહ ઉપયોગી વસ્તુઓનું સ્વસહાય જૂથો દ્વારા વેચાણ કરવામાં આવશે.