લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજ્યમાં વાહનોના પસંદગી નંબર માટેના ચાર્જમાં રૂ.15 હજાર સુધી વધારો કરાયો,આગામી 15 એપ્રિલથી નવી સિરીઝ ખૂલશે

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નવા વાહનોના ગોલ્ડન,સિલ્વર સહિત સામાન્ય પસંદગીના નંબરોના ચાર્જમાં 1 એપ્રિલથી રૂ.500થી લઈ 15,000 સુધીનો ભાવવધારો કર્યો છે.આમ સુભાષબ્રિજ આર.ટીઓ ખાતે આગામી 15 એપ્રિલથી શરૂ થતી નવી સિરીઝમાં નવા ભાવ મુજબ નંબરોની રકમ વસૂલાશે.જેમાં ટુ વ્હીલરના બદલે માત્ર કારની પસંદગીના નંબરોમાં ભાવવધારો કરવાનો હતો.પરંતુ સુભાષબ્રિજ આર.ટીઓમાં ટુ વ્હીલરની વર્તમાન સિરીઝના નંબરો પૂરા થઈ ગયા છે.ત્યારે નવી સિરીઝ આગામી 15 એપ્રિલથી ખુલશે આ પછી બે દિવસ હરાજી થશે.ત્યારબાદ નંબરોની ફાળવણી કરી શકાશે.