ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા તેની ઉત્તરવહીનુ મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં 91 લાખ જેટલી ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવશે.જેમા સૌથી વધુ ધો.10માં 49 લાખ ઉત્તરવહીની ચકાસણી કરાશે,જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 36 લાખ જ્યારે ધો.12 સાયન્સમાં 6 લાખ ઉત્તરવહીઓની ચકાસણી કરાશે.જેમાં ધો.12 સાયન્સની મૂલ્યાંકનની કામગીરી સૌથી વહેલાં પૂર્ણ થયા બાદ તેનું પરિણામ જાહેર કરવાની કાર્યવાહી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે.આમ બોર્ડની પરીક્ષા ગત 29 માર્ચના રોજ પૂર્ણ થઈ છે અને 30 માર્ચથી ઉતરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે.રાજયમાં ઉત્તરવહી મૂલ્યાંકન માટે 334 મૂલ્યાંકન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે.આ સિવાય 68 હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે.ધો.10ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે સમગ્ર રાજયમાં 163 કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved