લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ધોરણ 12ની પરીક્ષાને લઈને આવતીકાલે બેઠક મળશે,જૂનના બીજા સપ્તાહમા પરીક્ષાની શક્યતાઓ

વર્તમાન સમયમાં કોરોનાને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.ત્યારે આગામી સમયમાં ધોરણ 12ની પરીક્ષાને લઈ હજુસુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.ત્યારે આવતીકાલે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના સચિવ,શિક્ષણમંત્રી,આરોગ્ય વિભાગ તેમજ મુખ્યમંત્રી વચ્ચે એક બેઠક યોજાશે.જેમાં ધોરણ 12માં ભણતા 5.50 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.