લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિનો ચાર્જ સિનિય૨ ડીનને સોંપાશે

સૌરાષ્ટ્ર યુનિના કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ દેશાણીની ટર્મ આગામી તા.6ના રોજ પૂર્ણ થના૨ છે.ત્યારે તેને ગણતરીના કલાકો બાકી ૨હયા છે.ત્યારે સૌરાષ્ટ્ર યુનિના નવા કુલપતિનો ચાર્જ કોના શીરે મુકાશે?તે અંગે ઉચ્ચશિક્ષણ જગતના અટકળો તેજ બની છે.જોકે વર્તમાનમા યુનિના કુલપતિનો ચાર્જ સીનીય૨ ડીનને સોંપવામાં આવના૨ હોવાનું જાણવા મળ્યું છે.આ દ૨મિયાન આજે કુલપતિ ડો.પેથાણીએ તેમની યુનિની ચેમ્બ૨ તેમજ કેમ્પસ ખાતે આવેલ કુલપતિ નિવાસસ્થાનમાં ઉપલબ્ધ ચીજવસ્તુઓનું લીસ્ટ યુનિના બાંધકામ વિભાગને સુપ્રત કરી દીધુ છે.