લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સુદાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું મિશન શરૂ કરાયુ

વર્તમાનમાં સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે.જેના કારણે અત્યારસુધી 200 લોકો મૃત્યુ પામ્યા છે.આમ સુદાનમા લગભગ 4000 ભારતીયો રહે છે તેમાંથી 1,000થી વધુ ભારતીયો દાયકાઓ પહેલાથી ત્યાં સ્થાયી થયેલા છે.ત્યારે આ લોકો સિવિલ વોરમાં ફસાઇ ગયા છે.પરંતુ ભારત સરકાર દર વખતની જેમ આ વખતે પણ ભારતીયોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે તેને લઈ વિદેશ મંત્રાલય અનેક દેશો સાથે સંપર્કમાં છે.ત્યારે કર્ણાટકના 35 લોકો સુદાનમાં ફસાયેલા છે.આમ આ બાબતે વિદેશમંત્રી એસ.જયશંકરે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે.ત્યારે બંને દેશોએ ભારતને સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.