લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સુદાનમાં ગૃહયુધ્ધ વચ્ચે બાયોલોજિકલ બોમ્બનુ જોખમ જોવા મળ્યું

આફ્રિકન દેશ સુદાનમાં ફાટી નીકળેલા ગૃહયુધ્ધે વિશ્વને ચિંતામાં મૂકી દીધુ છે.જે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યુ છે કે સુદાનના ગૃહયુધ્ધમાં સામેલ રેપિડ સપોર્ટ ફોર્સના સૈનિકો રાજધાની ખાર્ટુમમાં આવેલી નેશનલ પબ્લિક હેલ્થ લેબોરેટરી પર કબ્જો જમાવી ચુકયા છે.જેના કારણે બાયોલોજિકલ ખતરો ઉભો થયો છે.જેમાં અર્ધ લશ્કરી દળોના સૈનિકોએ લેબોરેટરીના નિષ્ણાત કર્મચારીઓને અંદર પ્રવેશવા દેતા નથી અને લેબોરેટરીનુ વીજજોડાણ પણ કપાઈ ગયુ છે.જેના કારણે આ લેબોરેટરીમાં બાયોલોજિકલ બોમ્બ બનવાનો ખતરો ઉભો થયો છે.તેવા સમયે વિશ્વના દેશો પોતાના નાગરિકોને હિંસાગ્રસ્ત સુદાનમાંથી કાઢવાના અભિયાન ચલાવી રહ્યા છે.