વર્તમાનમાં સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આર.એસ.એફ વચ્ચે આગામી 7 દિવસના યુદ્ધવિરામ પર સહમતિ બની છે.જે યુદ્ધવિરામ 4મેથી અમલમાં આવશે જે આગામી 11 મે સુધી ચાલશે.આ જાહેરાત સુદાનમાં ફસાયેલા વિદેશી નાગરિકોની બચાવ કામગીરીને વેગ આપી શકે તેમ છે.સુદાનમાં સત્તા પર કબજો કરવા સેના અને અર્ધસૈનિક દળ વચ્ચે લડાઈ ચાલી રહી છે.જેમાં અત્યારસુધીમા 400 લોકો માર્યા ગયા છે.સુદાનમાં હિંસા શરૂ થયા બાદ અમેરિકાએ અત્યારસુધીમાં તેના 1000 જેટલા નાગરિકોને બહાર કાઢ્યા છે.સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધના કારણે અત્યારસુધીમાં 1 લાખ લોકોને પોતાનું ઘર છોડીને સરહદ પાર પલાયન કરવાની ફરજ પડી છે.જે યુદ્ધવિરામના ઉલ્લંઘનમાં રાજધાનીમાં તોપમારો અને બોમ્બ ધડાકા વચ્ચે યુએનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ અઠવાડિયાથી ચાલતું ગૃહયુદ્ધ માનવતાવાદી સંકટમાં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે સુદાનના ગરીબ પાડોશી દેશો શરણાર્થી સંકટનો સામનો કરી રહ્યા છે.સુદાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે રાજધાની ખાર્તુમથી પોર્ટ સુદાનમાં અસ્થાયી રૂપે તેના દૂતાવાસને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved