લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સુદાનમાં સૈન્ય અથડામણમાં ભારતીયની હત્યા થઈ

સુદાનમાં સૈન્ય અને અર્ધલશ્કરી દળો વચ્ચે અથડામણ વચ્ચે ત્યાં કામ કરતા એક ભારતીયની ગોળી મારીને હત્યા કરવામા આવી હતી.ત્યારે અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સના નિયમિત સૈન્યમા આયોજિત એકીકરણને લઈને લશ્કરી નેતા  અને અર્ધલશ્કરી કમાન્ડર વચ્ચે વધતા તણાવ બાદ સુદાનમાં હિંસા ફાટી નીકળી હતી.ત્યારે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અર્ધલશ્કરી દળોએ રાષ્ટ્રપતિ મહેલ ખાર્તુમ એરપોર્ટ તેમજ અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓ પર કબજો મેળવ્યા પછી ખાર્તુમની નિર્જન શેરીઓમાં વિસ્ફોટો અને ગોળીબારના અવાજો સંભળાયા હતા.