લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સુદાનમાં ફસાયેલા 278 ભારતીયોને લઇ આઈ.એન.એસ સુમેધા રવાના થયું

સુદાનમાં ફસાયેલા 278 ભારતીયોની પ્રથમ બેચ આઈ.એન.એસ સુમેધા દ્વારા ઓપરેશન કાવેરી હેઠળ જેદ્દાહ રવાના થયું છે.સુદાનમાં ફસાયેલા ભારતીયો સહિત અન્ય વિદેશી નાગરિકોને પણ બહાર કાઢવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે.જેમા ભારતીયોની પ્રથમ બેચ સુદાનથી રવાના થઈ છે.જેમા ભારત સરકારે પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે.બીજીતરફ સુદાનમા ચાલી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે ત્રણ દિવસીય યુદ્ધવિરામની જાહેરાત કરવામા આવી છે.આફ્રિકન દેશ સુદાન હાલમાં ગૃહયુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યું છે.જેમા સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યારસુધીમાં 400થી વધુ લોકોના મોત થયા છે.