લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સિડનીના હેરિસ પાર્કને લિટલ ઈન્ડિયા નામ આપવાની માંગ કરાઇ

મે મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયાના પ્રવાસને લઈને સિડનીમાં રહેતા ભારતીય સમુદાયમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.ત્યારે ભારતીય સમુદાય સિડનીના હેરિસ પાર્ક વિસ્તારને લિટલ ઈન્ડિયા નામ આપવામાં આવે તેવી માંગણી કેટલાક સમયથી કરી રહ્યો છે અને પીએમ મોદીના પ્રવાસ દરમિયાન આ માંગણી પૂરી થશે તેવુ લાગી રહ્યુ છે.હેરિસ પાર્કમાં ભારતીય રેસ્ટોરન્ટ અને દુકાનો મોટા પ્રમાણમા આવેલી છે.2015માં હેરિસ પાર્ટને લિટલ ઈન્ડિયા નામ આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.પરંતુ તે સમયે સ્થાનિક કાઉન્સિલ દ્વારા આ નામના ઉપયોગ પર રોક લગાવવામાં આવી હતી.જ્યાં 45 ટકા લોકો ભારતીય મૂળના છે.પીએમ મોદી ક્વાડ સંમેલન માટે મે મહિનામાં ઓસ્ટ્રેલિયા આવશે ત્યારે સિડનીના ભારતીય સમુદાયને સંબોધિત કરશે. હેરિસ પાર્ક વિસ્તારનુ સંચાલન કરતી પેરામેટા કાઉન્સિલે પીએમ મોદીને હેરિસ પાર્ક આવવા માટે આમંત્રણ આપ્યુ છે.