લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ખાંડની નિકાસ પર પ્રતિબંધની વિચારણા કરવામાં આવી

વર્તમાનમાં દેશમાં ખાંડનું ઉત્પાદન નીચું રહેવાના કારણે કેન્દ્ર સરકાર ખાંડની નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા વિચારી રહી છે.જેમાં નીચા ઉત્પાદનના અંદાજને કારણે ખાંડના ભાવમાં વધારો થયો છે.ત્યારે વર્તમાન ખાંડ મોસમ માટે દેશમાંથી 60 લાખ ટન ખાંડ નિકાસની સરકારે પરવાનગી આપી છે જેમાંથી 58 લાખ ટન ખાંડની નિકાસ થઈ ગઈ છે.જેમાં અલ નિનોની સ્થિતિને જોતા આગામી મોસમમાં કદાચ નિકાસ પર પ્રતિબંધ મુકાય તો નવાઈ નહી.આ સિવાય મોસમમાં સરકારે 1.10 કરોડ ખાંડ માટે નિકાસની છૂટ આપી હતી.ઓછા ઉત્પાદનને કારણે વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ છેલ્લા 11 વર્ષની ટોચે પહોંચી ગયા છે.જેમાં માર્ચ મહિનામાં સફેદ ખાંડ 10 વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી હતી.જ્યારે યુએસમાં ખાંડનો વાયદો 24.45 ડોલર સુધી પહોચી ગયો હતો,જ્યારે જાન્યુઆરી 2012માં ખાંડની કિંમત 24.50 ડોલર થઈ ગઈ હતી.એપ્રિલ મહિનામાં ખાંડના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે.