લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સુજોય ઘોષની ક્રાઇમ મિસ્ટ્રી ફિલ્મમા કરીના કપૂર જોવા મળશે

કરીના કપૂર ખાન સુજોય ઘોષની ક્રાઇમ મિસ્ટ્રીમાં કામ કરવાની છે.આ ફિલ્મની સુજોય ઘોષે સાત વર્ષ પહેલા ઘોષણા કરી હતી.જેમાં સૈફ અલી ખાન મુખ્ય રોલમાં કામ કરવાનો હતો,પરંતુ આ ફિલ્મ આગળ વધી શકી નહોતી.ત્યારે આ ફિલ્મ કરીના કપૂરને મળી છે.આ ફિલ્મ ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ નામના પુસ્તક પર આધારિત છે.જેને કીગો હિગાશિનોએ લખી છે.આ ફિલ્મ એક સિંગલ મધરની આસપાસ છે,જે ભૂલથી પોતાના પતિની હત્યા કરી નાખે છે.કરીનાએ આ રોલ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.આમ આ ફિલ્મના શૂટિંગની શરૂઆત માર્ચ મહિનામા શરૂ કરવાની યોજના છે.ફિલ્મના શૂટિંગ માટે વેસ્ટ બંગાલના હિલ સ્ટેશનને પસંદ કરવામાં આવ્યો છે. જ્યાં એક શેડયુલમાં શૂટિંગ પૂર્ણ કરવામાં આવશે.