લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઉનાળા વેકેશનમાં રાજ્યમાં દરરોજ વધારાની 1400 બસો દોડશે

રાજ્ય સરકારે ઉનાળાનું વેકેશનમાં મુસાફરોને આવવા જવા માટે સરળતા રહે તે માટે 1400 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યુ હતું કે મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર તરફ,સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ,દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે.આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસનુ આયોજન કરવામાં આવ્યુ છે.આ સિવાય રાજ્યના પવિત્ર યાત્રાધામ અંબાજી, સોમનાથ,દ્વારકા,ડાકોર,પાવાગઢ,ગિરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળોએ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી,સાસણ ગીર,સાપુતારા,દીવ અને કચ્છ આ ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ,સુન્ધામાતા અને મહારાષ્ટ્રમાં શિરડી,નાસિક,ધુલિયા જેવા આંતરરાજ્ય સ્થળોએ પણ પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.