લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર શાહ નિવૃત્તિ સમયે ભાવુક થયા

સુપ્રીમ કોર્ટમાં જજ જસ્ટિસ એમ.આર.શાહ હિન્દી ફિલ્મ મેરા નામ જોકરની પંક્તિઓ વાંચતા ખૂબ ભાવુક થઈ ગયા.આ સાથે તેઓ આજે સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.ત્યારે તેઓ આજે પરંપરા મુજબ સીજેઆઈ ડી.વાય ચંદ્રચુડ સાથે બેન્ચમાં હાજર રહ્યા હતા.એટર્ની જનરલ આર.વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત ઘણા વકીલોએ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ શાહની પ્રશંસા કરી હતી.જસ્ટિસ શાહે બધાનો આભાર માન્યો અને હિન્દી ફિલ્મનું ગીત સંભળાવ્યું કલ ખેલ મેં હમ હો ના હો,ગર્દીશ મેં તારે રહેંગે સદા તે પછી ભાવુક થઈ ગયા અને ગળગળા થઇ ગયા હતા.જેઓએ સુપ્રીમ કોર્ટમાં સૌથી વધુ ચુકાદાઓ આપ્યા છે.લગભગ ચાર વર્ષમાં તેમણે લગભગ 712 ચુકાદા આપ્યા છે.