લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતમાં 3 ઈંચ વરસાદ પડતાં રસ્તાઓ નદી બની ગયા,જ્યારે ગરનાળાઓમાં કેડસમા પાણી ભરાઇ ગયા

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.જેના પગલે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.જ્યારે ડભોલી અને પુણા વિસ્તારમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે.આ સિવાય અર્ચના સ્કૂલ,લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જેને લઈને વાહનચાલકોને હાલાકીઓ પડી રહી હતી.