લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતમા કાર્બાઈડથી કેરી પકવનારા સામે કાર્યવાહી કરાઇ

સુરતમાં ઉનાળાની સાથે કેરીની સિઝન પણ શરૂ થઈ ગઈ છે પરંતુ કેટલાક વેપારીઓ ઝડપથી કેરી પકવવા કાર્બાઈડનો ઉપયોગ કરી રહ્યા છે.ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગે આવા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી અને અખાદ્ય ફળનો નાશ કરવાનુ શરૂ કર્યું છે.જેના અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમે શહેરના એમ.જી ફ્રુટ માર્કેટમાં પહોંચી ગઈ હતી અને વહેલી સવારે પુણા-કુંભારિયા ખાતે આવેલ મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમાં ટીમ દ્વારા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા.જેમા 48 સ્ટોલની તપાસ કરી હતી જેમાંથી 26 વેપારીઓને ત્યાંથી કાર્બાઈડ મળી આવ્યો હતો.જેમા કાર્બાઈડનો ઉપયોગ કરી કેરી કે અન્ય ફળ પકવવાનું કામ કરતા 26 વેપારીઓ પાસેથી રૂ.20,000નો દંડ પાલિકાએ વસૂલ કર્યો છે.