સુરતમાં રખડતા કુતરાઓ આક્રમક બન્યા છે અને બાળકો પર હુમલા અટકવાનું નામ લેતા નથી.જેના કારણે શહેરના જુદાજુદા વિસ્તારોમાં 3 બાળકો પર કુતરાઓએ હુમલો કરી બચકા ભર્યાના બનાવો બન્યા છે.જેમાં કુતરાએ બચકા ભરતા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.ત્યારે આ બનાવ બાદ વાલીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પાલિકાની કામગીરી સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળક રમતો હતો ત્યારે અચાનક કુતરાએ હુમલો કરીને મોઢાના ભાગે બચકા ભર્યા હતા.ત્યારે બીજા બનાવમાં મજુરા વિસ્તાર અને ભટાર વિસ્તારમાં બાળકો રમતા હતા ત્યારે તેના પર રખડતા કુતરાએ હુમલો કરતા બાળકોને ઈજા પહોંચી છે.ત્યારે આવા બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved