લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતના 7 લોકોએ એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો

સુરત શહેર ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે જ નહિ પરંતુ એડવેન્ચરમાં પણ નામના મેળવી રહ્યુ છે.આમ અતિકઠીન અને પડકારોથી ભરપૂર એવો એવરેસ્ટ બેઝ કેમ્પ સુરતનાં ધર્મેન્દ્રભાઈ સવાણી સહિત 6 લોકોએ સફળતાપૂર્વક પૂર્ણ કરી સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.આ સૌ બાયરોડ કાઠમંડુ થી રામાચીપ પહોંચ્યા.જ્યાથી ફ્લાઇટ થી લુક્લા પહોંચવાનું હતું અને તેનું અંતર 15 મિનિટ જેટલું જ હતું.પરંતુ ખરાબ હવામાનના કારણે ફ્લાઇટને ઉડાન ભરવા કલાકો વિતી ગયા હતા.આખરે કલાકોના ઇન્તજાર પછી અમે ઉડાન ભરી શક્યા અને 15 મિનિટમાં લુકલા પહોંચ્યા.જ્યાથી અમારી બેઝ કેમ્પ સુધીની ટ્રેકિંગ સફર શરૂ થવાની હતી.જેમાં અનેક પડકારો સામે હશે એનો અંદાજ તો પહેલેથી જ હતો આખરે અમે સૌએ ટ્રેકિંગની શરૂઆત કરી અને દુર્ગમ પહાડી રસ્તાઓ પર આગળ વધતા ગયા.જેમાં રોજ 10 થી 12 કલાકના ટ્રેકિંગમાં માંડ 10 થી 12 કિમી જેટલું અંતર પૂર્ણ કરી શકતા હતા.આટલું અંતર કાપ્યા પછી રાત્રિ રોકાણ કરવું અને સવાર પડે એટલે ફરી માર્ગ પકડવો આમ 9 દિવસ સુધી અનેક પડકારો વચ્ચે 5364 મીટર અંતર પૂર્ણ કરી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા અને જીવનમાં એક મોટુ સાહસ ખેડવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.જેમાં બેઝ કેમ્પથી આગળ અમે કાલા પત્થરની 5550 મીટરની સફર પૂર્ણ કરી હતી.