લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સુરતનો હીરા ઉદ્યોગ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે મુશ્કેલીમાં આવી ગયો

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટને લીધે સુરતના હીરા ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે.જેમાં અત્યારસુધીમાં 10,૦૦૦થી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી છે,જ્યારે ઉત્પાદનમા 20 ટકાનો ઘટાડો થયો છે.જેમા વિશ્વમાં વેચાતા દર 10 હીરામાંથી 9 સુરતમાં કાપવામાં આવે છે પોલિશ્ડ થાય છે અને પ્રોસેસ થાય છે.ત્યારે રશિયા વિશ્વમાં રફ હીરાનો સૌથી મોટો સ્ત્રોત છે.ત્યારે યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ ગયા વર્ષથી રશિયા પર કેટલાક દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે,જેના કારણે કાચા હીરાની આયાત પર અસર પડી છે.જેમા કાચા માલની અછતને કારણે હીરા ઉદ્યોગને નુકસાન થયું છે.આના કારણે હીરાના કટિંગ,પોલિશિંગ અને પ્રોસેસિંગ માટે લોકોની જરૂરિયાત ઘટી છે.રશિય-યુક્રેન યુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં તેલ,ગેસ અને કોલસાના ભાવમાં વધારો થયો છે.આ કારણે મોંઘવારી વધી છે.