લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરત સિવિલના જૂના બિલ્ડીંગને તોડી પાડવા એક્શન પ્લાન તૈયાર કરાયો

દ.ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ સંકુલમા જૂના ટ્રોમા સેન્ટરનું રિનોવેશન પૂર્ણ થયું છે.જેમાં આગામી સમયમાં ઇમરજન્સી વિભાગને કિડની બિલ્ડિંગમાંથી ખસેડવામાં આવશે.આ સાથે જૂની સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડીંગને તોડી પાડવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.આ પહેલા નોન ક્લિનિકલ વિભાગના વોર્ડને સ્ટેમસેલ બિલ્ડિંગમાં તેમજ ક્લિનિકલ વિભાગના વોર્ડને કિડની બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.નવી સિવિલ હોસ્પિટલની ઓપીડીમા દરરોજ સેંકડો દર્દીઓ સારવાર માટે આવે છે.ત્યારે હોસ્પિટલ પરિસરમા ઇમરજન્સી કેસ માટે અલગ ટ્રોમા સેન્ટર છે,પરંતુ ગત વર્ષે ટ્રોમા સેન્ટરનું બિલ્ડીંગ રિનોવેશનના કારણે ખાલી થઈ ગયું હતું.આ સાથે ઇમરજન્સી વિભાગને હંગામી ધોરણે નવી બનેલી કિડની બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યો હતો.આમ ટ્રોમા સેન્ટરના નવીનીકરણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.બીજીતરફ જુના બિલ્ડીંગમા કાર્યરત વિવિધ વોર્ડના ડીમોલીશનની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.જેમા રાજ્ય સરકારની સૂચના બાદ કેટલાક વિભાગોને કિડની બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા છે.