લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં આવ્યું

સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સુરત મહાનગર પાલિકાનું બજેટ રજૂ કર્યું હતું.સુરત શહેરનો વધુ વિકાસ કરવા માટે વર્ષ 2022-23નું રૂ.6970 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.આગામી વર્ષના બજેટમાં રૂ.3187 કરોડના કામો રજૂ કરવામાં આવશે.જેમાં પ્રાથમિક સુવિધા સાથે કેપિટલ કામો સીમાચિહ્નરૂપ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં સુરતમાં નગરપાલિકાનું નવું વહીવટીભવન અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં નવા વહીવટી ભવન માટે રૂ.200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે બરેજ અને રિવરફ્રન્ટ માટે રૂ.30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત સુરત મેટ્રો રેલવે પ્રોજેક્ટની ડાયમંડ કોડીનાર અને ટેક્સટાઇલ કોરિડોર માટેની કામગીરી આ વર્ષે મહત્તમ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત સુરત રેલ્વે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના સુધારાવધારા સાથે ઈપીસી મોડલ પર કરવામાં આવશે.શહીદ સ્મારક અને પીસ સેન્ટર બનાવવા માટેની કામગીરી પણ આખરી તબક્કામાં આ વર્ષે કરી પ્રોજેક્ટ કરવામાં આવશે.ડુમસ સી ફેઝ ડેવલોપમેન્ટની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.જેના માટે માસ્ટર પ્લાન પણ બનાવવામાં આવી રહ્યો છે.આ બજેટમાં ક્રીક રીડેવલોપમેન્ટ એન્વાયરમેન્ટ સેલ કામગીરીમાં વોટર ડેવલોપમેન્ટ કામગીરી માટે રૂ.40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ પ્રોજેક્ટ હેઠળ શહેરના 25 તળાવના ડેવલોપમેન્ટ કરવામાં આવશે.આ ઉપરાંત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીના ડ્રેજીગ અને ડેવલોપમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવશે.ખાદી ડ્રેજીંગની કામગીરી માટે રૂ.25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સુરત શહેરની હોસ્પિટલોમાં જરૂરી સાધનોની ખરીદી અને મેડિકલ કોલેજની કામગીરી કરવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે સ્મીમેર હોસ્પિટલ અને કોલેજનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે.