લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતની સી.કે.પીઠાવાલા એન્જિનિયરિંગ કોલેજમાં પૂર્વ રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા

સુરતના ખાતે આવેલી સી.કે.પીઠાવાલા એન્જિનિયરિંગ કોલેજની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોલેજના પરિસરમાં સંસ્થાના પ્રણેતા એવા સ્વ.છોટુભાઈ કે.પીઠાવાલાની પ્રતિમાનું અનાવરણ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.આમ આ પ્રસંગે પીઠાવાલા કોલેજમાં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે અભિવાદન તેમજ સત્કાર કરવામાં આવ્યું હતું.આમ વર્ષ 1998માં સ્વ. છોટુભાઈએ પીઠાવાલા કોલેજ કેમ્પસની સ્થાપના કરી હતી,ત્યારે સી.કે.પીઠાવાલા એન્જિનિયરિંગ કોલેજની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો સહિત સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી.આમ આ પ્રસંગે રામનાથ કોવિંદે તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત સચિવ તરીકેની પોતાની ફરજ દરમિયાન સ્વ.સી.કે.પીઠાવાલા સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.