લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતના પાલ અટલ આશ્રમમાં લાડુનો ભોગ ધરાવાશે

હનુમાન જયંતિને લઈ શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે પાલ અટલ આશ્રમ ખાતે આ વર્ષે 4500 કિલો સવામણી લાડુનો ભોગ અપર્ણ કરવામાં આવશે.આ સિવાય શહેરમાં આવેલા વિવિધ મંદિરોમાં રામધૂન,સુંદરકાંડ મહાપૂજામહાઆરતી,ભંડારા સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.જયા 4500 કિલો સવા મણી લાડુનો ભોગ હનુમાન દાદાને ધરાવવામાં આવશે.આ ઉપરાંત 2 હજાર કીલો ગુંદી તેમજ ગાઠીયા,15 હજાર લીટર છાશ-પૂરી,શાક,દાળ-ભાત વગેરેના પ્રસાદનું આયોજન કરવામાં આવશે.