લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતના વરાછા વિસ્તારમાં ભુવો પડ્યો

સુરતના વરાછા વિસ્તારમા ભરઉનાળે અચાનક ભુવો પડતા લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું છે.જેમાં વરાછા મીની બજારમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર અચાનક ભુવો પડતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે.ત્યારે પાલિકાએ તાત્કાલિક ભુવાની આસપાસ બેરીકેટ કરી દીધું છે.જે ભુવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે અને ભુવા રીપેરીંગની કામગીરી માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે.આમ સામાન્ય રીતે ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે ત્યારે સુરત સહિત અન્ય શહેરોમાં ભુવા પડવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ 40 ડિગ્રીની ગરમીમાં સુરતના વરાછા મીની બજાર વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર અચાનક ભુવો પડી ગયો હતો.ત્યારે સદ્દનસીબે આ ભુવાના કારણે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ટ્રાફિકની સમસ્યા વકરી જવા પામી છે.