લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / સ્વિસ ઓપનમાં સિંધુ,પ્રનોય અને શ્રીકાંત પ્રિ-ક્વાર્ટરમાથી બહાર થયા

ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ પી.વી.સિંધુની સાથે એચ.એસ.પ્રનોય,કિદામ્બી શ્રીકાંત,મિથુન મંજુનાથ સ્વિસ ઓપન બેડમિંટન ચેમ્પિયનશિપની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થતા સિંગલ્સમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.જ્યારે બીજીતરફ સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા હતા.ત્યારે તેઓ ટાઈટલની રેસમાં બાકી રહેલા એકમાત્ર ભારતીય ખેલાડી રહ્યા છે.જેમા એચ.એસ.પ્રનોયનો ફ્રાન્સના પોપોવ સામે 8-21,8-21થી મેન્સ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પરાજય થયો હતો.જ્યારે કિદામ્બી શ્રીકાંત તાઈપેઈના લી ચેયુક યીઉ સામે 20-22,17-21ના સંઘર્ષ બાદ હાર્યો હતો.આ સિવાય ભારતનો મિથુન મંજુનાથ તાઈપેઈના લી ચીયા-હ્સીન સામે 19-21,10-21થી પરાજીત થયો હતો.આ સાથે મેન્સ સિંગલ્સમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.