આણંદ જિલ્લામાં મધ્યગુજરાત વીજકંપનીને તાઉતે વાવાઝોડાના કારણે ભારે નુકશાન થયું છે.જેમાં આણંદ એમજીવીસીએલના 1700 ઉપરાંત વીજપોલ પડી ગયા છે તેમજ વીજલાઇનના વાયર ઠેરઠેર તૂટી ગયા હતા.આ ઉપરાંત ટ્રાન્સફોર્મર સહિતની નાનીમોટી ચીજવસ્તુઓ મળીને એમજીવીસીએલને રૂ.2 કરોડનુ નુકશાન થયું છે.આમ જિલ્લામાં સૌથી વધુ વીજપોલ અને વીજલાઇન નુકશાન ખંભાત અને તારાપુર તાલુકામાં થયું છે.આમ આ બંન્ને તાલુકાઓમાં 80 લાખ ઉપરાંત નુકશાન થવા પામ્યું છે.ત્યારે એમજીવીસીએલની 40 જેટલી ટીમો છેલ્લા ત્રણ દિવસથી કામે લાગી છે જે દરેક તાલુકામાં વીજપોલ નવા નાંખવાની કામગીરી કરી રહી છે.ત્યારે વર્તમાન સમયમા 320 થી વધુ ગામોમાં વીજપુરવઠો પુર્વવત કરી દેવામાં આવ્યો છે તેમજ કેટલાંક ગામોમાં ટ્રાન્સફોર્મર સમારકામ કે નવા નાંખવામાં આવ્યા છે.જયારે કેટલાક સ્થળે વીજલાઇન નવી નાખીને વીજપુરવઠો પુનઃચાલુ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved