તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન અમેરિકા જવા રવાના થયા હતા.વેન પોતાની 10 દિવસની મુલાકાત દરમિયાન ગ્વાટેમાલા અને બેલીઝના મધ્ય અમેરિકન દેશો સાથે સંબંધોને મજબૂત કરવા ઉપરાંત યુએસ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.ત્યારે ચીને તાઈવાનના રાષ્ટ્રપતિની અમેરિકન મુલાકાત સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.ગત સપ્તાહે ચીને રાજદ્વારી પગલામાં તાઈવાનના સમર્થક દેશ હોન્ડુરાસને પોતાના પક્ષમાં કરી લીધો છે.જેમાં બેલીઝ અને ગ્વાટેમાલા સહિતના 13 દેશો કે જેમણે હોન્ડુરાસના વલણથી વિપરિત સ્વ-શાસિત ટાપુને સમર્થન આપ્યું છે.આમ તાઈવાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે સૌપ્રથમ તેઓ ન્યૂયોર્કની મુલાકાત લેશે ત્યારપછી ગ્વાટેમાલા જશે જ્યાં રાષ્ટ્રપતિ વેન તેના ગ્વાટેમાલાના સમકક્ષ અલેજાન્ડ્રો ગિયામટ્ટેઈ અને બેલીઝના વડાપ્રધાન જ્હોન બ્રિસેનો સાથે મુલાકાત કરીને પોતાની 10 દિવસીય મુસાફરી ચાલુ રાખશે.ત્યારબાદ તે તાઈવાન પરત ફરતી વખતે લોસ એન્જલસમાં રોકાશે.
Error: Server configuration issue
Home / International / તાઈવાનના રાષ્ટ્રપતિ યુ.એસના પ્રવાસે ગયા
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved