તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઇંગ-વેને કેલિફોર્નિયામા યુએસ હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થી સાથે મુલાકાત કરી હતી.આમ તાઈવાનના રાષ્ટ્રપતિએ અમેરિકામાં યુએસ હાઉસના સ્પીકર સાથે પ્રથમવાર મુલાકાત કરી છે.મેકકાર્થીએ ટ્વીટ કર્યું કે અમેરિકા અને તાઈવાનના લોકો વચ્ચેની મિત્રતા ક્યારેય મજબૂત રહી નથી.રાષ્ટ્રપતિ ત્સાઈ ઇંગ-વેનનું સ્વાગત કરવું મારા માટે સન્માનની વાત છે.તેમણે કહ્યુ હતું કે તાઇવાન સફળ લોકશાહી,સમૃદ્ધ અર્થતંત્ર,આરોગ્ય અને વિજ્ઞાનમાં વૈશ્વિક નેતા છે.જેમા વાતચીત દ્વારા અમારો સહયોગ સતત વધી રહ્યો છે.તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેને કહ્યું હતું કે લોકશાહી ખતરામાં છે. કેલિફોર્નિયાના સિમી વેલીમાં રોનાલ્ડ રીગન પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરીમા સંબોધતા ત્સાઈએ યુએસ હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થી સાથે ઊભા રહીને કહ્યું કે તે કોઈ રહસ્ય નથી કે આજે આપણે જે શાંતિ જાળવી રાખી છે અને લોકશાહીનું નિર્માણ કર્યું છે તેના માટે આપણે ઘણી સખત મહેનત કરી છે.
Error: Server configuration issue
Home / International / તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઇંગ-વેન કેલિફોર્નિયામા યુએસ સ્પીકર મેકકાર્થીને મળ્યા
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved