લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / તળાજા માર્કેટીંગ યાર્ડમા ડુંગળીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો

તળાજા માર્કેટયાર્ડમાં છેલ્લા 20 દિવસથી હરાજીનું કામકાજ શરૂ કરાયા બાદ માંગ વધતા મણે રૂા.200નો ઉછાળો જોવા મળ્યો છે.આ સાથે સ્થાનિક ખેડૂતો દ્વારા આવકમાં પણ વધારો જણાય છે.રાજ્યમાં સૌથી વધી ડુંગળી પકવતો જિલ્લો ભાવનગર છે. જેમાં શેત્રુંજી કમાન્ડ એરિયાના કારણે તળાજા તાલુકો રાજ્યમાં પ્રથમ નંબરે જોવા મળે છે.તળાજા યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થયાને 20 દિવસ થયા છે. ત્યારે 20 દિવસમાં એક મણે ભાવમાં રૂ.200નો ઉછાળો આવ્યો છે.વર્તમાનમાં નાસિકમા ડુંગળીની આવક ઓછી છે તેની સામે દિલ્હી,પંજાબ,હરિયાણા,બિહાર,બંગાળ,મેંગલોરની માંગ માગ વધી છે.