લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / તલાટીની પરીક્ષામા કન્ફર્મેશન આપનારને કોલલેટર મળશે

ગુજરાતમાં તલાટીની પરીક્ષા આગામી 7મી મેના રોજ યોજાશે તે પહેલાં પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારોને સમયસર કન્ફર્મેશન આપવા માટે અપીલ કરી હતી.જે કન્ફર્મેશન આપવાનો છેલ્લો દિવસ આગામી 20 એપ્રિલ હોવાથી જેટલા લોકોએ કન્ફર્મેશન આપ્યું હશે તેટલા લોકોને જ પરીક્ષા આપવા દેવામાં આવશે.ઉમેદવારોને 12:30 વાગ્યે જ પ્રશ્નપત્ર આપવામાં આવશે.આમ તલાટીની પરીક્ષા પહેલાં અત્યારસુધીમાં 6 લાખ લોકોએ કન્ફર્મેશન આપ્યાં છે.ઉમેદવારોને હોલટિકીટ પરીક્ષાના 8 થી 10 દિવસ પહેલા આપવાની શરૂ કરાશે.