લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / તમિલનાડુએ કર્ણાટકને હરાવી હઝારે ટ્રોફીની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

તમિલનાડુએ કર્ણાટકને 151 રનથી હરાવીને વિજય હઝારે ટ્રોફીની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે હિમાચલ પ્રદેશે 5 વિકેટથી ઉત્તરપ્રદેશની સામે જીત હાંસલ કરતાં અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે હવે આવતીકાલે સૌરાષ્ટ્રની ટીમ વિદર્ભ સામે જયપુરમાં રમશે. જ્યારે કેરળ અને સર્વિસીસ વચ્ચે મુકાબલો રમાશે. એન.જગદીશને 102,શાહરુખખાને અણનમ 79 રન નોંધાવતા તમિલનાડુએ 8 વિકેટે 354 રન કર્યા હતા. જેમા કર્ણાટકના પ્રતીક જૈને 8 ઓવરમાં 79 રન આપ્યા હતા. જ્યારે તેના જવાબમાં કર્ણાટકની ટીમ 39 ઓવરમાં 203 રનમાં સમેટાઈ ગઈ હતી. જેમાં શ્રીનિવાસ શરથે 43 રન નોંધાવ્યા હતા. જ્યારે સિલામ્બારાસને 4 વિકેટ અને વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ ઝડપી હતી. બીજીતરફ હિમાચલ પ્રદેશે 5 વિકેટથી ઉત્તરપ્રદેશને હરાવ્યું હતુ. જેમાં રિન્કુ સિંઘના 76 અને ભુવનેશ્વર કુમારના 46 રનની મદદથી ઉત્તરપ્રદેશે 9 વિકેટે 207 રન કર્યા હતા. જ્યારે વિનય ગાલેટિયાએ 19 રનમાં 3 વિકેટ ઝડપી હતી. તેના જવાબમાં હિમાચલ તરફથી પ્રશાંત ચોપરાએ 99 અને નિખિલ ગાન્ગટાએ 58 રન કર્યા હતા. જ્યારે ઉત્તરપ્રદેશ તરફથી શિવમ માવીએ 3 વિકેટ ઝડપી હતી.