લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તમિલનાડુની જલ્લિકટ્ટુ રમતમાં અનેક લોકો ઘાયલ થયા

અલંગનલ્લૂર ખાતે તમિલનાડુની રમત જલ્લિકટ્ટુ પોતાના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રવેશવાની સાથે શરૂ થઈ ગઈ છે. જેની શરૂઆત સાથે જ કાર્યક્રમમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે,જેમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.તમિલનાડુ સરકારે ગત સપ્તાહે જલ્લિકટ્ટુ રમત માટે મંજૂરી આપી ત્યારબાદ ત્યાંના લોકો તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.જલ્લિકટ્ટુમાં અત્યારસુધીમાં 100 કરતા વધુ લોકો ઘાયલ થયા છે. આમ 14 જાન્યુઆરીના રોજ અવનિયાપુરમ ખાતે શરૂ થયેલા કાર્યક્રમમાં પહેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તિરૂચિ ખાતે પણ એક વ્યક્તિનું મોત થયું હતું.જલ્લિકટ્ટુ એ પોંગલ તહેવારના એક ભાગ તરીકે રમાતી પ્રાચીન રમતોમાંની એક છે.