લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / બી.એસ.એન.એલને ઊભુ કરવા ટાટા મેદાનમા આવશે

છેલ્લા કેટલાક સમયથી જીઓ અને એરટેલની હરિફાઈમાં બી.એસ.એન.એલ પાછળ પડી ગયુ છે.પરંતુ આગામી સમયમાં બી.એસ.એન. એલ ફરી મેદાનમાં આવી રહ્યુ છે. ત્યારે બી.એસ.એન.એલ દ્વારા 4જી સર્વિસ લોન્ચ કરવામાં આવી રહી છે.જેમા અત્યારસુધી જીઓ અને એર ટેલનો દબદબો રહ્યો છે.પરંતુ હવે બી.એસ.એન.એલ પણ અન્ય કંપનીઓથી આગળ આવી જશે.કારણ કે બી.એસ.એન.એલ દ્વારા દેશની સૌથી મોટી કંપની ટાટા ગ્રુપ સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે.આ કોન્ટ્રાક્ટ પ્રમાણે ટાટા ગ્રુપ દેશભરમાં 1 લાખ નવા ટાવર લગા વવાનું કામ કરશે.આમ થોડા જ દિવસોમા બી.એસ.એન.એલની 4જી સેવાની ઓફર જાહેર કરવામાં આવશે.જે જીયો અને એરટેલના મુકા બલે ઘણી સસ્તી હશે.સરકાર પણ બી.એસ.એન.એલને મજબુત કરવાની કોશિશમાં છે.કંપનીએ વર્ષ 2022માં બી.એસ.એન.એલ માટે રૂ.1.64 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી.