અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી ગુજરાતના કિનારે અથડાયું હતું.ત્યારે વાવાઝોડાના કારણે કર્ણાટક,ગોવા,કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા હતા.જ્યારે મહારાષ્ટ્રમાં 6 લોકોનો ભોગ લીધો હતો અને ચારેય રાજ્યોમાં હજારો ઘરોને નુકસાન થયું હતું.આ તરફ ગુજરાતમાં 1.5 લાખ કરતા વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.આમ હવામાન વિભાગે જણાવ્યુ હતું કે,ચક્રવાત તૌકતે સોમવાર મધરાતે સૌરાષ્ટ્રના દીવ અને ઉનાના બીચ તથા ગુજરાતના તટિય વિસ્તારમાં ટકરાયા બાદ નબળુ પડ્યુ છે.આ સિવાય આગામી બે કલાકની અંદર યુપી,હરિયાણા અને રાજસ્થાનના અમુક વિસ્તારમાં હલ્કાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આમ વાવાઝોડાના કારણે રાજસ્થાનમાં અસર વર્તાવાની સંભાવના છે.જેને ધ્યાને રાખીને પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયુ છે.તૌકતે વાવાઝોડાને જોતા જોધપુર શહેરમાં 72 કલાકનું હાઈએલર્ટ આપવામાં આવ્યુ છે.જ્યાં નગરપાલિકાએ જર્જરિત ઈમારતોનું તાત્કાલિક સર્વે કરીને 116 લોકોને નોટિસ ફટકારી તાત્કાલિક મકાનો ખાલી કરવાનો આદેશ આપી દીધો છે.
લક્ષદ્વિપ પાસે અરબી સમુદ્રમા સર્જાયેલું વાવાઝોડુ દરિયામાં સિવિયર,વેરી સિવિયર અનેએક્સ્ટ્રીમલી સિવિયર બનીને મહાવિનાશક, ભયાનક તાકાત સાથે સૌરાષ્ટ્રના ઉના,દિવના દરિયા પાસે ત્રાટક્યું છે.આ સાથે સૌરાષ્ટ્રના ઉના,વેરાવળ,અમરેલી આસપાસના સાગરકાંઠાના ગામોમાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસરો વર્તાઈ હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved