અરબી સમુદ્રમાં સર્જાયેલ તાઉ-તે સાઇક્લોને વધુ વિનાશક રૂપ ધારણ કર્યું છે.ત્યારે હવામાન વિભાગે જારી કરેલી વિગત મુજબ કલાકના 125 થી 135 કિ.મીની ગતિએ ચક્રાવત ગુજરાત તરફ આવી રહ્યું છે.ત્યારે આગામી બે દિવસ સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર તરફ પહોંચવાની શક્યતાના આધારે સરકાર અને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.જેમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વિનાશક ચક્રવાત પોરબંદર અને નલિયા વચ્ચે દેવભુમિ દ્વારકા પાસેના દરિયામાંથી આવીને જમીન સાથે ટકરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.આમ સાયક્લોનની વર્તમાન દિશા મુજબ સૌરાષ્ટ્રના દ્વારકા,પોરબંદર,અમરેલી,જુનાગઢ,રાજકોટ,જામનગર,નલિયા,ભૂજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
આમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની આગાહીના પગલે સરકાર દ્વારા એનડીઆરએફની ટીમોની ફાળવણી કરી છે.આ ઉપરાંત તમામ જિલ્લામાં મંત્રીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.જેમાં મંત્રીઓ વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહી તમામ રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે.આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અને સ્થળાંતરની જરૂરિયાત જણાય તો તે અને ફૂડપેકેટ સહિતની તૈયારીઓ અંગે તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved