એઆઈસીટીઈ અપ્રુવ્ડ ટેકનિકલ કોલેજો અને યુનિઓમાં એઆઈસીટીઈ દ્વારા આઈડીયા લેબ શરૂ કરવામાં આવશે.જે અંતર્ગત જીટીયુ દ્વારા તમામ ટેકનિકલ કોલેજો પાસેથી અરજીઓ મંગાવાઈ છે.આ દરમિયાન જીટીયુ દ્વારા તેના વાર્ષિક પદવીદાન સમારોહની પણ જાહેરાત કરાઈ છે જે મુજબ 27મી જાન્યુઆરીએ કોન્વોકેશન યોજાશે.જે જાન્યુ અંત સુધીમાં અથવા ફેબુ્ના પ્રથમ સપ્તાહમાં યોજાશે.આમ જીટીયુનો 11મો વાર્ષિક પદવીદાન સમારોહ 27મીએ જાન્યુઆરીએ યોજાશે.આ વર્ષે 60હજાર જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે અને આ વર્ષે સાયન્સ સિટી ખાતે કોન્વોકેશન યોજાશે.જેમાં ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ અને યુનિના અધિકારીઓ-હોદ્દાદરો જ ઉપસ્થિત રહેશે.જે કોન્વોકેશનના ચીફ ગેસ્ટ તરીકે ઝાયડસ ગ્રૂપના ચેરમેન પંકજ પટેલ ઉપસ્થિત રહેશે.આમ નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત એઆઈસીટીઈ દ્વારા ટેકનિકલ કોલેજોમાં આઈડીયા લેબ સ્થપાશે.આ લેબ રૂ.1.10 કરોડના ખર્ચે બનશે અને જેમાં એઆઈસીટીઈ દ્વારા રૂ.55 લાખ સુધીની મર્યાદામાં 50 ટકા ખર્ચની રકમ કોલેજને અપાશે અને જે કોલેજ 50 ટકા સુધીનો ખર્ચ ઉપાડી શકશે તેમજ જે કોલેજ પાસે ૩૦૦૦ સ્કવેર ફુટની જગ્યા તથા સ્ટાફ હશે તેમજ ઓછામા ઓછો એક કોર્સ એનબીએ માન્ય હશે અને 10 વર્ષથી સંસ્થા ચાલતી હશે તેને લેબની મંજૂરી અપાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved