કેન્દ્રિય બજેટમાં જાહેરાત મુજબ આયાત થતા માલાબાર સિલ્ક યાર્નની ડ્યુટી જે 18 ટકા હતી તે ઘટાડીને 7 ટકા કરી દેવામાં આવી છે.જેને પગલે સુરતના 3500થી વધુ ટેક્ષટાઇલ મેન્યુફેક્ચરર્સને રાહત થઇ છે.આમ ડ્યુટીમા 50 ટકાના ધટાડાને પગલે ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.કેન્દ્ર સરકાર દ્વારા આયાત થતા માલાબાર સિલ્ક યાર્ન ઉપર જે 18 ટકા ડ્યુટી લાગુ હતી તેમાં ઘટાડો કરી 7 ટકા કરી દેવામાં આવતા ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બજેટ અગાઉ સુરત સહિત સમગ્ર દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને પીઆઇએલ સ્કીમ ટફની અવેજીમાં તા.1 એપ્રિલ 2022થી અમલી બને એ રીતે ટેક્સટાઇલ ડીટીએસ, પીએમ મિત્રા મેગા ટેક્ષટાઇલ પાર્ક વગેરેની જાહેરાત કરી દેવામાં આવી છે.બજેટમાં ડિફેન્સ સેક્ટરમાં આયાતી ચીજવસ્તુઓના વપરાશ ઓછો થાય અને આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત આર્મી માટે જરૂરી યુનિફોર્મ ફેબ્રિક તથા ઇક્વીપમેન્ટ્સનું ઉત્પાદન થાય તેવી અનેક યોજનાઓ અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત ટેક્સટાઇલ હબ છે અને તેવા સંજોગોમાં ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ આર્મી યુનિફોર્મ માટેનું કાપડ બનાવીને તેને સપ્લાય કરવાની દિશામાં વિચારવું જોઇએ તેવો મત વ્યકત કર્યો હતો.આ ઉપરાંત ડિફેન્સ માટે જુદાજુદા ફેબ્રિકનું ઉત્પાદન ખાનગી સંસ્થાઓ કરી શકે તે માટે ડીઆરડીઓના સંકલન સાથે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપની બનાવીને ભારતના કપડા ઉત્પાદકોને ફેબ્રિક સપ્લાયની તક ઉભી કરવામાં આવી છે.નાયલોનના ઉત્પાદનમાં જરૂરી આયાતી કેપ્ટ્રોલેક્ટમ,ફાઇબર અને યાર્ન પર વસૂલાતી 10 ટકાની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરીને 5 ટકા કરવામાં આવી છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved