લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / થરાદ માર્કેટયાર્ડમા જીરાના મણદીઠ ભાવમાં વિક્રમ જોવા મળ્યો

વર્તમાનમા રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને માવઠાના કારણે જીરાના પાકને નુકસાન થતાં ઉપજ ઓછી ઉતરવાની ગણતરી તેમજ વિદેશની ધૂમ માંગ પાછળ રાજ્યના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમા ઉછાળો જોવા મળ્યો છે.ત્યારે આજે બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડમાં જીરામાં બપોરે હરાજી સમયે મણદીઠ ભાવ રૂ.9000ને પાર કરી જતાં ખેડૂતોમાં તેમજ વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.આમ આ પંથકમાં વર્ષોથી રોકડિયા પાક તરીકે જીરૂ,રાયડો,વરીયાળી,ઇસબગુલનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.આ સિવાય રોકડિયા પાક તરીકે દાડમને પણ સ્થાન મળ્યું હતુ.બીજીતરફ વિદેશમાં ભારતીય જીરાની માંગમા વધારો થતા રાજ્યના વિવિધ યાર્ડોમાં તેના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી.આમ થરાદ માર્કેટયાર્ડમાં થરાદ,વાવ,સુઈગામ,ભાભર તેમજ રાજસ્થાન રાજ્યથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવતા હોય છે અને ખેડૂતોને સારા ભાવ તેમજ રોકડા રૂપિયા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.