લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / થરાદમાં 6 કિમી રૂટ પર શ્રીરામની શોભાયાત્રા યોજાઇ

થરાદમા ભગવાન શ્રીરામના દ્રિશતાબ્દિ મહોત્સવમાં 108 કુંડી મહાયજ્ઞના બીજા દિવસે નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા.જેમા બપોરે ધર્મસભામાં પુ.સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે પ્રવચન તેમજ આર્શિવચન આપ્યા હતા.ત્યારે આ પ્રસંગે સંતો મહંતો,રાજકીય અને સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.નગરમા ભગવાન શ્રીરામની 6 કિમીના રૂટમાં એક કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજાઇ હતી.જે અયોધ્યાપુરમ થી રોકડીયા હનુમાન,આરટીઓ ચાર રસ્તા,વિવેકાનંદ ચોક સુધી યોજાઇ હતી.જેમાં 1 ગજરાજ,30 બગી,જગન્નાથનો અખાડો,25 કરતબોની ટુકડી અને દિલ્હીથી રામલીલાની 20 વ્યક્તિની ટીમ ઉપસ્થિત રહી હતી.જેમાં નાસીક ઢોલ અને રાસ મંડળીઓ મહોત્સવનું આકર્ષણ બની હતી.થરાદમાં મહોત્સવના બીજા દિવસે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલી) સહિત અને નામીઅનામી સાધુસંતો,મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.