થરાદમાં નગરપાલિકા દ્વારા સુચિત જગ્યામા બનનાર મહારાણા પ્રતાપની પ્રતિમાના અનાવરણ અંગે રાજપુત સમાજની બેઠક યોજાઇ હતી.જેમાં આગામી જયંતીએ મહારાણાની પ્રતિમાનું અનાવરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેનું આગામી 9 મેના રોજ મહારાણા પ્રતાપ જન્મજયંતિના દિવસે અનાવરણ થાય તેવુ આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ બેઠકમાં રાજપુત સમાજના પ્રમુખ ડી.ડી.રાજપુત,પૂર્વ ધારસભ્ય ગુલાબસિંહ રાજપુત,નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપુત, સવાઇસિંહ રાજપુત,વિક્રમસિંહ રાજપુત,વિજયસિંહ રાજપુત,વણાજી રાજપુત,રામભાઇ રાજપુત,અલ્પેશસિંહ રાજપુત,થાંનાભાઇ રાજપુત,વરધાજી રાજપુત સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved